The Simple Past Tense-સાદો ભૂતકાળ

The Simple Past Tense ‍~ સાદો ભૂતકાળ

Affirmative Sentences ( હકાર વાક્યો ) :

વાક્ય રચના :
કર્તા+ ક્રિયાપદનું ભૂતકાળનું +બાકીના
રૂપશબ્દો
He playedCricket.
જે ક્રિયાઓ નજીકના ભૂતકાળમાં પૂરી થઇ ગઇ હોય, અને જેને વર્તમાન સાથે કાંઇ પણ લેવા - દેવા ન હોય, ત્યારે " સાદો ભૂતકાળ " વપરાય છે.
જે વાક્યોમાં yesterday, last, before, after વગેરે જેવા શબ્દો વપરાયેલા હોય, ત્યારે " સાદો ભૂતકાળ " વપરાય છે.
સામાન્ય રીતે, ક્રિયાપદના મૂળ રૂપને - ed પ્રત્યય લગાડવાથી અંગ્રેજીમાં ભૂતકાળનું રૂપ બને છે.
to ask - asked
to look - looked
to like - liked
to cook - cooked
to help - helped
પ્રત્યય ' -ed ' શાસ્ત્ર :
ક્રિયાપદનાં મૂળરૂપને -ed પ્રત્યય લગાડવાથી અંગ્રેજીમાં ભૂતકાળનું રૂપ બને છે.
to play - played
to walk - walked
જો ક્રિયાપદના મૂળરૂપને અંતે -e હોય, તો ફક્ત '-d' પ્રત્યય લાગશે.
to dance - danced
to bake - baked
જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય, તે વ્યંજન પહેલા આખા શબ્દમાં એક જ સ્વર હોય, તો ક્રિયાપદના મૂળરૂપનો છેલ્લો વ્યંજન બેવડાવો (એટલે કે 2 વાર લખવો).
to stop - stopped
to clap - clapped
ક્રિયાપદને અંતે l (એલ) હોય,તો l બેવડાવો (એટલે કે 2 વાર લખવો).
to compel - compelled
to excel - excelled
ક્રિયાપદને અંતે -y હોય અને તે -y પહેલા વ્યંજન હોય, તો y નો i (આઇ) કરી -ed લગાડવો.
to marry - married
to carry - carried
ક્રિયાપદને અંતે -y હોય અને તે -y પહેલા સ્વર હોય, તો -ed લગાડી દો.
to stay - stayed
to play - played
વધુ ક્રિયાપદના રૂપો માટે અહિં ક્લિક કરો.
Summary :
  એકવચન બહુવચન
પ્રથમ પુરૂષ I played We played
( હું રમ્યો ) ( અમે રમ્યા )
બીજો પુરૂષ You played You played
( તુ રમ્યો ) ( તમે રમ્યા )
ત્રીજો પુરૂષ He /  She / It played They played
( તુ / તેણી / તે રમ્યો ) ( તેઓ રમ્યા )
ઉદાહરણ :
Binal Shut the window.
બિનલે બારી બંધ કરી.
We went to the temple in the morning.
અમે સવારે મંદિર ગયા.
The children visited the zoo last sunday.
બાળકોએ ગયા રવિવારે ઝુ ની મુલાકત લીધી.

Negative Sentences ( નકાર વાક્યો ) :

વાક્ય રચના :
કર્તા + did not + ક્રિયાપદનું મુળરૂપ + બાકીના શબ્દો
Keya did not run slowly.
નકાર વાક્યરચના કરવામાં did + not નું did not (ટૂંકમાં didn't) વપરાય છે.
ઉદાહરણ :
Sachin did not run slowly.
સચિન ધીમે દોડ્યો ન હતો.
Yesterday he did not speak in English.
ગઇ કાલે તે અંગ્રેજીમાં બોલ્યો નહી.

Questions and Answers (પ્રશ્ર્નો અને ઊત્ત્રરો)

Did + કર્તા + ક્રિયાપદનું મુળરૂપ + બાકીના શબ્દો
Did you meet her?
ઉદાહરણ :
Did you meet your friend?
Yes, i did.( હકાર )
No, i didn't.( નકાર )
Did he sell computer?
Yes, he did.( હકાર )
No, he didn't.( નકાર )